જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો

એસઓજીની ટીમે ચોકકસ બાતમીનાં આધારે રેડ કરી રૂા. ૧,૧૧,૪૩૦નો મુદામાલ જપ્ત કર્યો

જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો

જૂનાગઢ તા. ૧
આગામી તહેવારોના દિવસો નજીક આવી રહયા છે અને ખાસ કરીને દિપાવલીનાં તહેવારોમાં ફટાકડાઓનું મોટાપાયે વેચાણ થતું હોય છે અને ફટાકડાની આતશબાજી સાથે આ તહેવાર જાેડાયેલો છે ત્યારે ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર કટીબધ્ધ છે. આ દરમ્યાન લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર એક વેપારીને જૂનાગઢ એસઓજીની ટીમે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં ગેરકાયદેસર અને લાયસન્સ કે પરવાના વગર ફટાકડા (સ્ફોટક પદાર્થ) ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસઓજી જૂનાગઢનાં પીઆઈ જે.જે. પટેલ તથા પીઆઈ આર.બી. ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા સતત પ્રયત્નશીલ છે. દરમ્યાન ગઈકાલે પીઆઈ જે.જે. પટેલને ખાનગી રીતે બાતમી મળેલ કે જૂનાગઢ દાતાર રોડ, શ્યામ ચેમ્બરની સામે ભવાની હોલમાં બાકીરભાઈ અસગરઅલી ભગત રહે. જૂનાગઢ વાળાએ ગોડાઉનમાં કોઈપણ પ્રકારના પરવાના વગર ગેરકાયદેસર રીતે ફટાકડા રાખી ફટાકડા વેચાણ કરવાનો ધંધો કરે છે. જે હકીકતને આધારે ઉપરોકત જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા અને આરોપીની પુછપરછ કરતા તેઓ પાસે ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેનો પરવાનો ન હોય તેના ગોડાઉનમાંથી અલગ અલગ રર બ્રાન્ડના કુલ ૩૧ બોક્ષ ખરીદ કિંમત રૂા. ૧,૧૧,૪૩૦નો ફટાકડાનો જથ્થો રાખી ગોડાઉન ઉપર માનવ જીંદગી જાેખમાય તે રીતે ફાયર સેફટીના કોઈપણ સાધનો નહી રાખી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જાેખમમાં મુકી ગુનો કરેલ હોય જે મુદામાલ કબ્જે કરી સદર ઈસમ વિરૂધ્ધ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ ૧રપ, ર૮૭, ર૮૮ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૮૮૪ની કલમ ૯ બી (૧-બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ જે.જે. પટેલ, એએસઆઈ મહેન્દ્ર કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, રાજુભાઈ ભેડા, વિશાલભાઈ ડાંગર વગેરે જાેડાયેલ હતાં.