દામોદરકુંડ ખાતે મગર આવી ચડતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરાયું
જૂનાગઢ તા. 4 :
જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં સ્નાન સહિતની પુજનવિધિ માટે આવતા હોય છે. આ દરમ્યાન એક મગર પાણીનાં પ્રવાહમાં આવી ચડતા ત્યાં ઉપસ્થિત શ્રધ્ધાળુ જય ત્રિવેદીનું ધ્યાન કેન્દ્રીત થતાં તાત્કાલીક વન વિભાગને આ અંગેની જાણ કરવામાં આવતા ફોરેસ્ટર મકવાણા તથા રેસ્કયુ ટીમ દામોદરકુંડ ખાતે આવી પહોંચી હતી અને રેસ્કયુની કામગીરી કરી મગરને પકડી લેવામાં આવી હતી.



