જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી : ૧૮ માંથી ૯ ભાજપ, ૯ આપને મળી : શાસન કબ્જે કરવા હવે તડજાેડની રાજનીતિ

જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી : ૧૮ માંથી ૯ ભાજપ, ૯ આપને મળી : શાસન કબ્જે કરવા હવે તડજાેડની રાજનીતિ

જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ તાલુકા પંચાયતની ચુંટણીનું ગઈકાલે પરીણામ જાહેર થયું છે. જેમાં કુલ 18 બેઠકમાંથી ભાજપ અને આપને 9-9 બેઠકો મળી છે. આમ બંને પક્ષો વચ્ચે ટાઈ સર્જાણી છે. ચુંટણી પરીણામ બાદ તાલુકા પંચાયત જૂનાગઢમાં કોનુ શાસન આવશે તે અંગે ભારે સસ્પેન્સ ભર્યુ વાતાવરણ સર્જાયું છે અને રાજકીય ગણીતો મંડાઈ રહયા છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ચુંટણીનું ગઈકાલે પરીણામ જાહેર થતાં બગડુ, બંધાળા, ચોકી, ચોરવાડી, જામકા, મજેવડી, માખીયાળા, સુખપુર અને વડાલ આ 9 બેઠકો આમ આદમી પાર્ટીએ કબ્જે કરી છે. જયારે ભલગામ, બિલખા-1 અને 2, ડુંગરપુર, ગોલાધર, ઈવનગર, ખડીયા, પ્લાસવા અને વધાવી આ 9 બેઠક ઉપર ભાજપનાં ઉમેદવારોએ જીત મેળવી છે. બંને પાર્ટીને 9-9 બેઠકો મળી છે. અને આ બંને પાર્ટીમાંથી એકપણ પાર્ટી વિજેતા જાહેર થઈ નથી. દરમ્યાન જૂનાગઢ તાલુકા પંચાયતની ચુંટણીનાં જાહેર થયેલા આ પરીણામને લઈને ભારે હલચલ મચાવી દીધી છે. આગામી સમયમાં જનરલ બોર્ડની બેઠક પણ મળશે. આ બેઠકમાં પ્રમુખ પદની નિમણુંક માટેનો મુદો ઉઠવા પામશે. ભાજપ અને આપ બંને પક્ષોને સમાંતર બેઠક એટલે કે 9-9 બેઠક હોય જેથી જે પક્ષ વધુ બેઠક મેળવવામાં સફળ થશે તેનું શાસન આવશે ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતમાં શાસન કબ્જે કરવા માટે હવે તડજાેડનું રાજકારણ ખેલાશે અને તે તરફ સંબંધીનોની મીટ રહેલી છે.