દ્વારકાની પાવન ભૂમિ ખાતે ગોમતી ઘાટે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી

દ્વારકાની પાવન ભૂમિ ખાતે ગોમતી ઘાટે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા થી રાષ્ટ્ર સેવાના વડાપ્રધાનના સંકલ્પને બીરદાવવા ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે નાગરિકોએ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનની જનસેવાને બિરદાવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી.જોશી, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પને તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર એમ એક મહિના સુધી રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.