જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું ; કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યાની ચર્ચા

જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું ; કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યાની ચર્ચા
AajTak

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે. આ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરહાજર રહ્યા હતા.જેઠાભાઈ આહીરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓને કારણે આ પદ પર થી રાજીનામુઆપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
સંગઠનના કાર્યો અને અન્ય વહીવટી જવાબદારીઓને પૂરતો સમય આપી શકાય તે માટે જેઠાભાઈએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે