વેરાવળ એસ.ટી.ડેપોને નવી મળેલી બસને પ્રસ્થાન કરાવતા નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની
વેરાવળ-ભાવનગર અને વેરાવળ બગદાણા રૂટ પર નવી બસ દોડશે
વેરાવળ તા. ૧૮
રાજ્ય સરકાર દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોને વધુ બે નવી બસ ફાળવવામાં આવી છે. નવી ફાળવવામાં આવેલ બસને વેરાવળ-ભાવનગર અને વેરાવળ બગદાણા રૂટ પર શરૂ કરવામાં આવી છે. ત્યારે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની દ્વારા આ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.
વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર શ્રી દિલીપ શામળાના જણાવ્યા મુજબ, પ્રવાસીઓને યોગ્ય મુસાફરીનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોને વધુ ૨ નવી બસ ફાળવવામાં આવી છે. આ બન્ને બસને વેરાવળ-ભાવનગર અને વેરાવળ-બગદાણા રૂટ પર ચલાવવામાં આવશે.
વેરાવળ એસ.ટી.ડેપોને નવી બસ ફાળવવામાં આવતા આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, અગ્રણી શ્રી જયદેવભાઇ જાની સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બન્ને બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હવે વેરાવળથી ભાવનગર, બગદાણા જવા માટે પ્રવાસીઓને એસ.ટી.બસની વધુ સુવિધા મળી રહેશે.


