સર્વોદયનગર સોસયાટી જાેષીપરામાં લઘુમતીને મકાન નહીં આપવા આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢનાં જાેષીપરામાં સર્વોદયનગર સોસાયટીમાં લઘુમતીને મકાન નહીં આપવાની રજુઆત સાથે જીલ્લા વહીવટી તંત્રને સર્વોદયનગર સોસાયટીના રહેવાસીઓએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજુઆત કરતા જણાવ્યું છે કે ઉપરોકત સોસાયટીમાં હિન્દુ પરીવારોનો વસવાટ છે અને હિન્દુ સંસ્કૃતિ સાથેની આ સોસાયટી છે. રહીશો દ્વારા અગાઉ આ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે લેખીતમાં પણ રજુઆત કરવામાં આવી હતી. દરમ્યાન અમારી આ સોસાયટીના એક મકાન માલીકે લઘુમતીને મકાન વેંચાણ આપેલ છે અને સોસાયટીઓના રહેવાસીઓની સંમતિ પણ લીધી નથી તેમ જણાવી લઘુમતીને મકાન નહીં આપવા અને આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની માંગણી આ આવેદનપત્રમાં વ્યકત કરવામાં આવી છે.


