આલ્ફા સ્કૂલના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૮
આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી.કાઠીની યાદી જણાવે છે કે તારીખ ૧૭-૯-૨૦૨૬ના રોજ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં LKG થી ધોરણ ૮ સુધીના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રિ-પ્રાયમરી સ્કૂલમાં રંગપુરણી સ્પર્ધા રાખવામાં આવેલ હતી. ધોરણ - ૧ થી ૩ માં મનપસંદ ચિત્ર દોરવાની સ્પર્ધા રાખવામાં આવેલ હતી. અને ધોરણ - ૪ થી ૮ માં કુદરતી દ્રશ્ય દોરવાની સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ગવાઈઝ પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપીને ટીચર્સના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે બંને સ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન પરમારે અને ગઢિયા ખુશ્બુબેને તથા સુપરવાઈઝર વાળા ખુશ્બને તથા કોટેચા ધ્રુવીબેને જહેમત ઉઠાવી હતી. પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સહસંચાલક ચેતનભાઈ કાઠીએ અભિનંદન પાઠવ્યા હતા.


