ભવનાથમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી : એક મહિલા સહિત 6 ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.22
ભવનાથમાં આવેલ લંબે હનુમાન મંદિરની સામે રબારીનેશનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 1 મહિલા સહિત ૬ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ વિભાગ નાયબ પોલીસ મહાનીરીક્ષક કચેરીના સ્ટાફે લંબે હનુમાન મંદિરની સામે રબારીનેશનમાં રહેતા વિજય કરમણ ચાવડાના રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા વિજય ચાવડા સહિત જુગાર રમવા આવેલ દિપક લીલાધર પીઠડીયા, ભનુ ગોગ્ન પરમાર, સોહીત હરસુખ લોઢીયા, અનીલ ભીમા ભારાઈ અને નયનાબેન ઈન્દ્રવદન ટાંકને રોકડ રૂા.81700, 4 મોબાઈલ મળી કુલ રૂા.1,17,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


