મહેસાણામાં ચૂંટણી હિંસક બની : ભાજપના ઉમેદવારના ભાણેજની કરપીણ હત્યા
(બ્યુરો) મહેસાણા તા.રપ
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. ૪માં રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર ૪થી ૫ અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં ગંભીર ઇજાઓને કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયો છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.
આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસ અને ન્ઝ્રમ્એ ઝ્રઝ્ર્ફ અને ઝ્રડ્ઢઇના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું પીએમ કરાયું હતું. મહેસાણાના તાવડીયા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત ગામના લોકો જોડાયા હતા.
ડ્ઢઅજીઁ મિલાપ પટેલે જણાવ્યું હતુ કે, ગત મોડી રાત્રે આ ઘટના બની છે. જેમાં મહેસાણા શહેર ‘એ‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાનો જે વિસ્તાર છે, ત્યાં બે વ્યક્તિઓ મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય ચારથી પાંચ શખસોએ તેને રોક્યા હતાં અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓ થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને એ સિવાય તેની સાથેના ધીમંત ચૌધરી અત્યારે સારવાર હેઠળ છે.


