રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો આગામી 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો આગામી 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે.

1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ અનન્ય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માનનારા પરિમલભાઈએ ઘણા લાંબા સમય સુધી તેમની સાથે નજીકથી કામ કર્યું છે. સપ્ટેમ્બર 2023માં “એકમેવ... ધીરુભાઈ અંબાણી” પુસ્તક થકી પરિમલભાઈએ શ્રી ધીરુભાઈ સાથેના સંસ્મરણોને પુસ્તક રુપે પ્રકાશિત કર્યા, જેમાં તેમણે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ જેવા બહુગુણી ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વિગેરે અનુભવોને શબ્દોમાં કંડાર્યા છે. રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય શ્રી નથવાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝની સ્થાપનાથી લઈ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટસ, રિટેલની સ્થાપનાથી લઈ ગેસ ટ્રાન્સપોર્ટેશન તથા જિયો મોબાઈલ નેટવર્કના આડેના અવરોધોને સરળતાથી નિર્વિધ્ને દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.
વર્ષ-2008થી 2020 એમ સતત 12 વર્ષ સુધી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ રહેલા શ્રી નથવાણીએ સાંસદ નિધિ ગ્રાન્ટ(MPLAD)નો 100 ટકા ઉપયોગ કરી સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિગેરે વિભાગોમાં પથદર્શક કામગીરી કરી હતી. SAGY અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે. તેમની આ કામગીરીનું નિરૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ તથા ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’માં સુપેરે કરાયું છે.
ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા શ્રી પરિમલ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. રાજ્ય સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે શ્રી નથવાણીએ ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લઈ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધ્યો છે. સતત 15 વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહી પરિમલભાઈએ ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, શ્રી નથવાણી રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળતાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સતત 11 વર્ષ કરતાં વધારે સમયથી સભ્ય છે. આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ના અધ્યક્ષ એવા શ્રી નથવાણી ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ આપવામાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ રાજ્યમાં ફ્રેન્ચાઇઝી-આધારિત ફૂટબોલ લીગ ‘ગુજરાત સુપર લીગ’ શરૂ કરવામાં નિમિત્ત રહેવાની સાથે નાના બાળકો માટે 'AIFF ગોલ્ડન બેબી લીગ' પણ શરૂ કરી છે.
શ્રી પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોના જાજરમાન ગૌરવનો દુનિયા સાથે પરિચય કરાવવા તેમણે 'ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત' અને ‘કોલ ઓફ ધ ગીર’ નામના બે સમૃદ્ધ પુસ્તક તૈયાર કરાવ્યા છે. આ સાથે શ્રી પરિમલ નથવાણીએ એશિયાટીક સિંહો પર ‘ધ પ્રાઇડ કિંગ્ડમ’ નામે એક વિડિયો ડોક્યુમેન્ટરી પણ પ્રસિધ્ધ કરી છે, જે યુટ્યુબ સહિતના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત “જય-વીરુની જોડી” તેમજ એક ડોક્યુમેન્ટરી “જય-વીરુની અમર ગાથા” પણ તેમણે ઓગષ્ટ 2025માં રિલીઝ કર્યાં હતાં. ગિરની સિંહણને બિરદાવતું ગીત “ગિર ગજવતી આવી સિંહણ” વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૪)ના દિવસે તેમણે નિર્માણ કરાવીને રિલીઝ કર્યું હતું.

આ ઉપરાંત શ્રી પરિમલ નથવાણી નીચે મુજબની સમિતિઓ/બોર્ડમાં સભ્યપદ ધરાવે છેઃ
પ્રમુખ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન (GSFA)
સભ્ય, વિજ્ઞાન અને તકનિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિ
સભ્ય, સંયુક્ત હિન્દી સલાહકાર સમિતિ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમીક એનર્જી
આજીવન સભ્ય, ભારતીય બંધારણ ક્લબ
સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડ
સ્થાપક ચેરમેન અને ટ્રસ્ટી, રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ (NGO)
ચેરમેન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર
ટ્રસ્ટી, રાજ્યપાલના સામાજિક કલ્યાણ ફંડનું બોર્ડ
ચાન્સેલર, બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ
સભ્ય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ડેવલપમેન્ટ બોર્ડ 
સભ્ય, બોર્ડ ઓફ ગવર્નન્સ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી
સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિ, ગુજરાત સરકાર