દેલવાડાનો શખ્સ ઈંગ્લીશ દારૂની 15 બોટલ સાથે ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.18
ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. મોરીની સૂચનાથી એ.એસ.આઇ. શાંતિભાઈ વેલાભાઈ મકવાણા પો.કો. સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા, હરપાલસિંહ મહાવીરસિંહ ચુડાસમા પારેખ ચોક પાસે દેલવાડાથી આવતું જ્યુપિટર બાઇક ઉપર આવી રહેલ દિવ્યેશ દિનેશભાઈ જેઠવા રે. દેલવાડાને રોકી પગ પાસે રાખેલ બેગમાં છુપાવેલ પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો 15 રૂપિયા 24600 મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,24,600 મુદામાલ સાથે પકડી પાડ્યો હતો અને તેની સાથે રહેલ જેન્તી રમેશભાઈ દમણિયાનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી પકડવા તજવીજ શરૂ કરી છે.


