વેરાવળમાં અર્હમ સેવા ગ્રુપએ 15 હજાર ફુલ સ્કેપ ચોપડાઓની રાહતદરે વિતરણ કર્યુ

સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં કુલ 1,80,000 જેટલાં ફુલસ્કેપ ચોપડા વિતરણ કરાયા

વેરાવળમાં અર્હમ સેવા ગ્રુપએ 15 હજાર ફુલ સ્કેપ ચોપડાઓની રાહતદરે વિતરણ કર્યુ

(રાકેશ પરડવા દ્વારા) - વેરાવળ, તા.15
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભારતભરમાં જીવદયા અને માનવતાના અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે. અર્હમ ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે છે તેમાંથી “પસ્તી સે પુસ્તક“. એક અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત હાલ જયારે અભ્યાસ માટેનો ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે મધ્યમ વર્ગ અને જરૂરિયાત મંદ લોકોને પ્રીમિયમ ક્વોલિટીની નોટબુક રાહત દરે પુરી પાડવાના ભાવ સાથે “મેગા ફુલસ્કેપ નોટબૂક વિતરણ“ અંતર્ગત અનેક બાળકોને એજ્યુકેશનમાં સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે
જે અંતર્ગત તા.14 જૂનના રોજ વેરાવળમાં શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે 15 હજાર જેટલી ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, ગોંડલ, જૂનાગઢ ધારી, અમરેલી, લાઠી, માંગરોળ, ચલાલા, મોરબી વાંકાનેર જેવા શહેરોમાં થઇને કુલ 1.80 લાખ જેટલી પ્રીમિયમ ક્વોલોટીની ફુલસ્કેપ નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતુ.
આ ઉપરાંત દર વર્ષે અર્હમ ગ્રુપ દ્વારા ભારતભરની અનેક સરકારી શાળાઓમાં તેમજ આદિવાસી તેમજ પછાત વિસ્તારની અનેક શાળાઓમાં આ ફુલસ્કેપ નોટબુક, સ્કૂલ બેગ તેમજ સ્ટેશનરી કીટનું નિઃશુલ્ક વિતરણ દ્વારા અનેક વિધાર્થીઓને જ્ઞાનદાનના પ્રકલ્પ દ્વારા તેઓના એજ્યુકેશનમાં સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્ઞાનદાનના આ પ્રકલ્પને સાકાર બનાવવા અર્હમ ગ્રુપના ભાવિકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. આપ પણ આપના ઘર તથા ઓફિસની પસ્તીનું અનુદાન આપી આ કાર્યમાં સહભાગી થવા 9033390300 સંપર્ક કરી શકો છો.