દ્વારકામાં યોજાયેલ ૧૨૧માં નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ૧૧૫ દર્દીઓએ લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા અને પૂજ્યશ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ - રાજકોટ, માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો. મે. ચે.ટ્રસ્ટ, દ્વારકા તેમજ દ્વારા તા.૧૯-૧-૨૦૨૬ના રોજ યોજાયેલ ૧૨૧માં નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં કુલ ૧૧૫ દર્દીઓને તપાસી ટ્રીટમેન્ટ આપેલ જે પૈકી ૫૦ દર્દીઓને મોતીયાના ઓપરેશનની આવશ્યકતા હોય, તેવા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ નિ:શુલ્ક મોતિયાનું ઓપરેશન કરાવી, નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવવામાં આવેલ. દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા, જમવાની સુવિધા પણ વિનામૂલ્યે રાખેલ હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેશભાઈ જેઠાલાલ દત્તાણી, રાજેન્દ્રસિંહ નીલા, અશ્વિનભાઇ ગોકાણી , કે. જી. હિંડોચા , પ્રવિણભાઈ તેમજ સૌ કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી. આ કેમ્પમાં શ્રી સ્વામીનારાયણ આશ્રમના પૂજ્ય ગોવિંદ પ્રસાદ સ્વામી તથા કે.પી. સ્વામી દ્વારા શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવેલ હતા.


