અદાણી ફાઉન્ડેશનના ‘ઉત્થાન’નો તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાઓને સહયોગ
મુન્દ્રા, તા.ર૪
બાળકોમાં રહેલી જિજ્ઞાસા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચાર શક્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે અદાણી ફાઉન્ડેશનના ‘ઉત્થાન’ પ્રોજેક્ટ દ્વારા મુન્દ્રા, માંડવી અને અંજાર તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાઓમાં સહયોગ આપવામાં આવ્યો હતો. ત્રણેય તાલુકાના કુલ ૬૪૫ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સમજ, સર્જનાત્મકતા અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું. વર્ષ ૨૦૨૬માં ‘વિકસિત અને ટકાઉ ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન’ની સંકલ્પનાને કેન્દ્રમાં રાખીને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. વિવિધ વિષયોના પાંચ પેટા-વિભાગોમાં વિદ્યાર્થીઓએ પોતાના મોડેલ અને પ્રયોગો દ્વારા આજના પડકારોના વૈજ્ઞાનિક અને નવીન ઉકેલો રજૂ કર્યા હતા. માંડવી મુન્દ્રા અને અંજાર તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આવરી લેવામાં આવેલ સરકારી સ્કૂલોમાં તેમાંમાંડવીના ૨૦૫, મુન્દ્રાના ૨૧૦ અને અંજારના ૨૩૦, એમ કુલ ૬૪૫ વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.


