આજથી આકાશમાં ચાર દિવસ સુધી ડ્રેકોનીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે
દુનિયાભરમાં અવકાશમાં ડૂકોનીકસ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે : આજથી શનિવાર સુધી અને તા. ૮ મી એ આકાશમાં મહત્તમ ઉલ્કા ખરતી જોવા મળશે વહેલી સાંજ અને મધ્ય રાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય : પ્રારંભે કલાકની ૧૦, ત્યારબાદ કલાકના ૫૦ થી ૧૦૦ વચ્ચે ઉલ્કા ખરતી જોવા મળશે
(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.૭
દુનિયાભરમાં આજથી ચાર દિવસ સુધી આકાશમાં ડ્રેકોનીકડસ ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં પ્રારંભે કલાકની ૧૦, ત્યાર બાદ કલાકના ૫૦થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા.૭ થી ૧૦ દરમિયાન સક્રિય અને ૮ ઓકટોબરે મહત્તમ ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. કલાક દીઠ દર મધ્ય-ઉત્તરી અક્ષાશો(૪૫N) પરથી જોવામાં આવતા ૪ ની નજીક અને ઉષ્ટકટિબંધીય દક્ષિણી સ્થાનો(૨૫S) પરથી જોવા મળતા ૩ ની નજીક અને કલાક દીઠ દરો ૧૧ ની નજીક મધ્ય-ઉત્તરી અક્ષાંશ(૪૫N) અને ૯ ઉષ્ણકટિબંધીય દક્ષિણી સ્થાનો(૨૫S) પરથી દેખાય છે. ખગોળી ઘટના નિહાળવામાં ધીરજ રાખવી જરૂરી છે. ડ્રેકોનિડસ શાવર જેને ગિયાકોબિનિડસ પણ કહેવાય છે. અંધકાર પડતાં જ તેને તેજસ્વી બિંદુ આકાશમાં સૌથી ઊંચો રહે છે. વધુમાં પંડયા જણાવે છે કે ડૂકોનીકસ ઉલ્કા વર્ષાની મહત્તમ બુધવાર અને ગુરૂવાર વહેલી સાંજે, મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢે આકાશમાં જોવા મળશે નરી આંખે ર્નિજન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા ૫ણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. જાથાના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, ર્નિજન જગ્યાને પસંદ કરી બે કે ત્રણ દિવસને પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દૂરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડિઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્ય પ્રકાશ દરમ્યાન પડકી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં ૫૦૦ થી વધુ પડી ઉલ્કાનો વરસાદ પડશે. જોનારા દિગ્મૂઢ બની જશે. ઉલ્કા વર્ષાની દિશા નિશ્ચિત નથી. કુદરતી ઘટના હોય, સમય, દિવસનો સામાન્ય ફેરફાર જોવા મળે છે. અવકાશી ઘટનામાં ધીરજનો ગુણ અતિ જરૂરી છે. ક્યારેક નિરાશા પણ સાંપડે છે. જીંદગીમાં એકવાર ઉલ્કા ખાતરી જોવી તે લ્હાવો છે. કાયમી સંભારણું બની જાય છે.
વિજ્ઞાન જાથાની શાખાઓમાં અને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, વાવ-થરાદ, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત તાલુકા મથકોએ ઉલ્કા વર્ષા નિહાળવા સંબંધી રસ ધરાવતા મિત્રો માટે જ આયોજન કરવામાં આવ્યું છે. જાથાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ બાળકો, જિજ્ઞાસુઓ, નાગરિકોને અવકાશ તરફ નજર કરતાં થાય તેનું અભિયાન ચાલી રહ્યું છે. કાર્યકરોમાં ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, રાજુભાઈ યાદવ, ર્નિભય જોશી, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, ભાનુબેન શેઠીયા સહિત કાર્યકરો નિદર્શન સંબંધી કાર્યમાં જોડાયા છે. રાજયમાં ઉલ્કા વર્ષા સંબંધી વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.


