વધુ એક બીએલઓનું હૃદયરોગથી મૃત્યુ ૧૦ દિવસમાં પાંચ બીએલઓના મોત
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામ ખાતે બનેલી ઘટના
(બ્યુરો) મહેસાણા તા.૨૮
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે દુ:ખદ ઘટના બની છે. સતલાસણાના ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને મ્ન્ર્ં તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ
૨ વાગ્યે જાગીને જીૈંઇની કામગીરી કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જીૈંઇ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે મ્ન્ર્ંની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં ૧૦ દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. તો ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
રાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુદાસણા ગામની શાળા
તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


