વાવ થરાદ ખાતે મુખ્યમંત્રી રાજયકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે
(બ્યુરો) ગાંધીનગર તા.૧૯
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વાવ થરાદ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ થી કરાવશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણઅલગ અલગ જિલ્લાઓમાં ધ્વજવંદન કરાશે. જુનાગઢ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. જુનાગઢ સહિત રાજ્યના અલગ અલગ ૯ જિલ્લામાં કલેક્ટર ધ્વજવંદન કરશે તે મુજબનું એક નોટીફીકેશન ગાંધીનગરથી જારી કરવામાં
આવ્યું છે.


