આજે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ
ગુજરાતમાં રૂા.૧પ હજાર કરોડના વ્યવહારો ઠપ્પ : શનિ-રવિની રજાને કારણે બેંકો આજથી સતત ત્રણ દિવસ બંધ રહેશે
અમદાવાદ તા.૧૧
ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે ૧૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે (UFBU) બે વર્ષથી પડતર ૫-ડે ર્વકિંગની માંગ સાથે આજે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. જે બાદ ૧૨ સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને ૧૩ સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટને માંગણી ન સ્વીકારી, તો ૨૬ ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે. UFBU જોડાયેલા સંગઠનોએ હડતાળ પાછી ખેંચવાનો ર્નિણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થવાની શક્યતા છે. રાજ્યમાં આશરે ૭૫ હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જાેડાતા લગભગ ૫,૪૦૦ બેંક શાખાઓની કામગીરી બંધ અથવા ખોરવાઈ છે. એટલું જ નહીં હડતાલને કારણે ગુજરાતમાં આશરે ૧૫,૦૦૦ કરોડના બેંકિંગ વ્યવહારોને અસર થઈ છે.


