ઈબોલાની મહામારી વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહી છે : કોંગોમાં ૩૦૦૦થી વધુના મોત
(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર સંઘ તા.૩
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)થી લઈ ઘણા દેશોની સરકાર ઈબોલાથી થયેલા મોતના આંકડા જોઈ સ્તબ્ધ થઈ ગયા છે. થોડા સમય પહેલા જ સામે આવેલા આંકડા અનુસાર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં ઈબોલાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૦૦૦ ના આંકને વટાવી ગઈ છે. જ્યારે ઈબોલા સંક્રમિત દર્દીની સંખ્યા ૬૧૦૦ થી વધારે છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીની ભયાનક મહામારી ઈબોલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોથી ઉત્તર-પૂર્વ તરફ ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારીએ અનેક લોકોને ચપેટમાં લઈ લીધા છે અને મોતનો આંકડો લોકોને ડરાવી રહ્યો છે.મે મહિનાથી અત્યાર સુધીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અન્ય સહાયતા સમૂહોના પ્રયત્નો છતા આ બીમારી ૬ પ્રાંતમાં ફેલાઈ ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે અંદાજે ૬૦ ટકા મોત તો હોસ્પિટલની બહાર જ થઈ જાય છે. કારણ કે મોટો પડકાર તો ઈબોલા પીડિત દર્દીની ઓળખ કરવાનો છે. સ્થિતિ એવી છે કે ઈબોલા ૨૦૧૮-૨૦૨૦ની કોરોના મહામારીને પાછળ છોડી કાંગોમાં સૌથી ઘાતક રૂપ લઈ રહ્યું છે.


