ઈરાનનું પ્રતિનિધી મંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું  અમેરીકા સાથે સીધી વાતચીત નહીં કરે

ઈરાનનું પ્રતિનિધી મંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું  અમેરીકા સાથે સીધી વાતચીત નહીં કરે

(એજન્સી)        તેહરાન તા.૨૫:
ઈરાને કહ્યું છે કે વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીની ઈસ્લામાબાદ મુલાકાત દરમિયાન અમેરિકા સાથે વાતચીતની કોઈ યોજના નથી. આ માહિતી ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈ દ્વારા આપવામાં આવી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં ઈરાની પ્રતિનિધિમંડળ ગત રાત્રે પાકિસ્તાની નેતાઓ સાથે વાતચીત માટે ઈસ્લામાબાદ પહોંચી ગયું છે. બઘેઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સીધી મુલાકાત સુનિતિ નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં, બાઘેઈએ લખ્યું, અમે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સત્તાવાર મુલાકાત માટે પહોંચ્યા છીએ. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આક્રમણ યુદ્ધને સમાપ્ત કરવા અને આપણા ક્ષેત્રમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે ચાલી રહેલા મધ્યસ્થી અને સદ્ભાવના પ્રયાસોના ભાગ રૂપે વિદેશ પ્રધાન અરાઘચી ઉચ્ચ સ્તરીય પાકિસ્તાની અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
તેમણે આગળ લખ્યું, ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ બેઠકનું આયોજન નથી. ઈરાનના અવલોકનો પાકિસ્તાનને જણાવવામાં આવશે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની વિદેશ પ્રધાન ગત મોડી રાત્રે ઇસ્લામાબાદ પહોંચ્યા છે.