ઉનામાં જુના મન દુ:ખનું વેર રાખી ૬ લોકોએ તલવાર સહીતના હથીયારો વડે જીવલેણ હુમલો કરતા જમાઈ અને સાસુને ગંભીર ઈજા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૧
ઉના શહેરમાં આવેલ દડુકેશ્વર મંદિર પાસે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભીખાભાઇ ડાભી (ઉ.વ. ૩૫)એ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૭/૯/૨૬ ના પોતે અને તેમના સાસુ જીવુબેન મોહનભાઇ પરમાર ઘર પાસે બેઠા હતા ત્યારે તેમના ઘર પાસે રહેતા આરોપી દેવાંગ ભરતભાઈ જેઠવા, યશ ભરતભાઈ, ભરતભાઈ કરશનભાઈ, લતાબેન ભરત જેઠવા, દીવ્યેશ સામતભાઈ બારૈયા, ગીતાબેન દિવ્યેશ બારૈયા રે. તમામ ઉના કુલ છ લોકો આવી જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલતા બોલવાની ના પાડતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે તલવાર, લોખંડનો પાઇપ, લોખંડની તણી, લાકડીઓ વડે હુમલો કરી આડેધડ માર મારતા રાજુભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઇ ગયા હતા અને સાસુ જીવુબેન મોહનભાઇ પરમારને પણ માથામાં ગંભીર ઇજા થઇ હતી. બંન્નેને પ્રથમ ઉના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ હતા. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાંથી ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવના કારણમાં ફરીયાદીના સસરા મોહનભાઇ અરજણભાઈએ આરોપી દેવાંગના માતા લતાબેનને ગાયત્રી એગ્રોમાં નોકરીએ રખાવેલ તેને નોકરી બંધ કરાવાત માતાને કેમ નોકરી બંધ રખાવી તે બાબતે મન દુ:ખ રાખી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડીયાની ફરિયાદ નોંધી વધુ તપાસ પી. એસ. આઇ. એસ. બી. બોરીચા કરી રહીયા છે.


