એલપીજી સંબંધિત ફરીયાદ અને મદદ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

એલપીજી સંબંધિત ફરીયાદ અને મદદ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

જૂનાગઢ તા. ૧૪
યુધ્ધની રણભેરી વચ્ચે ઈંધણ પુરવઠાની સ્થિતિ અસામાન્ય બને અને બહારથી આવતા ક્રુડ ઓઈલ તેમજ રાંધણગેસ સિલિન્ડરની પણ તંગી ઉભી થવાની દહેશત રહેલી છે. તાજેતરમાં જ કોમર્શીયલ સિલિન્ડરનાં ભાવમાં પ૦ થી ૬૦ રૂપિયાનો વધારો થયો છે આ દરમ્યાન યુધ્ધની વિપરીત અસરને કારણે ખાસ કરીને રાંધણગેસનાં સિલિન્ડર મેળવવામાં પ્રજાને પણ હાલાકી પડી રહી છે તેના કારણમાં એવું છે કે, તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય રીતે જાળવી રાખવા માટે નિયમ જારી કરવામાં આવેલ છે અને જેના અનુસંધાને જે તે ગેસ કંપનીઓ દ્વારા કડક નિયમનું પાલન કરવામાં આવેલ છે. બે ગેસ સિલિન્ડરની નોંધણી સમયે રપ દિવસનો સમયગાળો ફરજીયાત રાખવાનાં નિયમની અમલવારી થઈ છે જેને લઈને પણ આ શોર્ટેજ ઉભી થઈ રહી હોવાનું મનાય છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લાનાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરનાં બુકીંગ તેમજ અન્ય જાણકારી માટે તેમજ કોઈપણ મુશ્કેલી કે ફરીયાદ હોય તો એલપીજી સંબંધિત મદદ માટે હેલ્પ લાઈન નંબર ૧૮૦૦-ર૩૩-૦રરર ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે.