કોંગોમાં બે શાળામાં ભીષણ આગ ફાટી નીકળતા ર૬ વિદ્યાર્થીઓના કરૂણ મોત
બુકાઉ તા.૧૧
કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બે શાળાઓમાં આગ લાગવાથી ૨૬ વિદ્યાર્થીઓના મોત થયા. તેમાં ૧૯ છોકરીઓ અને ૭ છોકરાઓ છે. ૨૯ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર આગ પહેલા એક ઘરમાં લાગી હતી. ત્યારબાદ તે ફુરાહા સેકન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઈમરી સ્કૂલ સુધી ફેલાઈ ગઈ. ઘણા વિદ્યાર્થીઓ ફુરાહા સેકન્ડરી સ્કૂલની અંદર ફસાઈ ગયા હતા. તેમાંથી કેટલાકનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.
આ વિસ્તાર રવાન્ડા-સર્મથિત વિદ્રોહીઓના નિયંત્રણમાં છે, જેમણે ફેબ્રુઆરી ૨૦૨૫માં પૂર્વી કોંગોમાં હુમલો કર્યો હતો. મૃત્યુઆંક વધી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, શાળામાંથી બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ બારીઓમાંથી કૂદવાનું શરૂ કર્યું.


