કોમનવેલ્થ ગેમ્સમાં 10,000 મીટર દોડમાં ભારતે ઈતિહાસ રચ્યો : પ્રથમ વખત મેડલ જીત્યો
ગ્લાસગો, તા.29
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના આજે છઠ્ઠા દિવસે ભારત માટે ડબલ ખુશી આવી છે. ભારતનાં લોંગ-ડિસ્ટન્સ સ્ટાર ગુલવીર સિંહે પુરુષોની 10000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. આ સ્પર્ધામાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય બન્યાં. થોડા જ કલાકો બાદ મહિલા વેઈટલિફ્ટર હરજિંદર કૌરે પણ 69 કિગ્રા વર્ગમાં સિલ્વર જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ગુલવીર સિંહે ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે પણ હિંમત ન હારી.


