જંતર-મંતર ખાતે દેખાવો દરમ્યાન પેલેટ ગન ચલાવવામાં આવી હતી : અહેવાલમાં ખુલાસો

જંતર-મંતર ખાતે દેખાવો દરમ્યાન પેલેટ ગન ચલાવવામાં આવી હતી : અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હી તા.29
દિલ્હી પોલીસના એક દસ્તાવેજમાં જણાવાયું છે કે 20 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે સાંસદ ચલો કૂચ દરમિયાન ડીસીપી રાજા બંઠિયાના આદેશ પર આરએએફએ 70 થી વધુ પેલેટ ગન શેલ ચલાવવામાં આવ્યા હતા. પેલેટ ગનનો ઉપયોગ, બળનો બિનજરૂરી ઉપયોગ અને તેમની કાયદેસરતાને કારણે વિવાદ થયો છે. દરમિયાન, પેલેટ ગન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર પણ સુનાવણી કરવામાં આવશે.
ગત તા.20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન હિસક ભીડને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસના ડીસીપી રાજા બંઠિયાના આદેશ પર પેલેટ ગન ચલાવવામાં આવી હતી. તેમના આદેશને અનુસરીને, સીઆરપીએફના એક ખાસ એકમ, રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) એ 70 થી વધુ પેલેટ ગન શેલ ચલાવવામાં આવ્યા હતા. વધુમાં, પાંચ ટીયરસ્મોક ગ્રેનેડ, એન્ટી-રાયટ ગન (2BC) અને પ્લાસ્ટિક પેલેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના એક દસ્તાવેજમાં આ વાતનો ખુલાસો થયો છે. જોકે, દિલ્હી પોલીસે અત્યાર સુધી પેલેટ ગનનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો હતો. જંતર-મંતર પર થયેલી હિસક અથડામણમાં ઇછહ્લની કાર્યવાહી તપાસ હેઠળ છે.