અભીજીત દિપકેએ કહ્યું, જાે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી તુરંત નહીં રોકે તો મોટુ આંદોલન થશે

અભીજીત દિપકેએ કહ્યું, જાે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી તુરંત નહીં રોકે તો મોટુ આંદોલન થશે

નવી દિલ્હી તા.28
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું છે કે, 'જો વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી બંધ નહીં થાય તો, તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે.' બીજી તરફ બિહાર અને મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું કે પ્રદર્શનમાં સામેલ થયેલા જે લોકોનો ગુનાહિત રેકોર્ડ નથી, તેમની સામે કાર્યવાહી થશે નહીં.
કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દેશભરમાં પ્રદર્શનો થયા હતા. ઘણી જગ્યાએ હિંસા અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો આવ્યા હતા.