કૃષિ યુનિવર્સીટીનાં મગફળી કેન્દ્ર નજીક ઈવનગર રોડ પર મદ્યરાત્રે સિંહ પરીવારનાં આંટાફેરા
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢ અને ભવનાથ તેમજ ગીરનાર સહીતનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થયા સિંહ દર્શન અવાર નવાર થતા રહે છે. કયારેક એક સિંહ તો કયારેક સિંહ પરીવાર પણ રસ્તો પસાર કરતા જાેવા મળે છે. દરમ્યાન ગઈકાલે મોડી રાત્રીનાં ઈવનગર રોડ પર આવેલા કૃષિ યુની.નાં મગફળી કેન્દ્ર નજીકથી સિંહ અને તેનો પરીવાર રસ્તા ઉપર જાેવા મળ્યા હતાં. આ તકે અહીથી પસાર થતાં વાહન ચાલકોએ થોડો સમય પોતાના વાહનોને સ્થગીત કર્યા હતાં. અને સિંહ પરીવાર શાંતિથી પસાર થયો હતો.


