ખામધ્રોળ રોડ પર રહેતા યુવાન સાથે રૂા.૬,પ૬,૮૧૧ની ઓનલાઈન છેતરપીંડી

ખામધ્રોળ રોડ પર રહેતા યુવાન સાથે રૂા.૬,પ૬,૮૧૧ની ઓનલાઈન છેતરપીંડી
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
જૂનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા યુવાન સાથે રૂા.૬,પ૬,૮૧૧ની ઓનલાઈન છેતરપીંડી થયાનો બનાવ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાયબર પોલીસ મથકે નરેન્દ્રભાઈ રામજીભાઈ પેથાણીએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદીને કોઇ અજાણ્યા મોબાઇલ નંબર ૮૯૨૭૯ ૬૧૬૨૪ વાળાએ બેન્ક ઓફ ઇન્ડીયા કર્મચારીની ખોટી ઓળખ આપી ફરીયાદીને તેના બેન્ક ખાતા નં ૩૩૧૪૧૦૧૧૦૦૦૦૧૩૧ તથા આઇ એફ એસ સી કોડ બીકેઆઇડી૦૦૦૩૩૧૪ની વિગતો જણાવી તેમાં રહેલ રૂપીયાનું કરંન્ટ બેલેન્સ જણાવી ફરીયાદીને વિશ્વાસમા લઇ પાન કાર્ડ અપડેટ કરવાનુ જણાવી ત્યારબાદ કોઇ અજાણ્યા વોટ્સએપ નંબર ૯૯૪૨૬ ૩૩૬૫૫ ના ધારક દ્વારા ફરીયાદીને તેના વોટ્સએપ મોબાઇલ નંબર પર બેન્ક ઓફ ઇન્ડીયા પાન અપડેટ ડોટ એપીકે એપ્લીકેશન મોકલી તે એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ફરીયાદી સાથે છેતરપિંડી કરવાના ઇરાદે કોઇપણ રીતે ફરિયાદીનો મોબાઈલ હેક કરી ઉપરોકત ફરીયાદીના બેન્ક ખાતા માંથી તેની જાણ બહાર અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા રૂા.૬,૫૬,૮૧૧ ઉપાડી લઇ તેની સાથે ઓનલાઇન નાંણાંકીય છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.