અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા પર ગેંગરેપ.

અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા પર ગેંગરેપ.
THE TIMES OF INDIA

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કુલમાં અભ્યાસ કરે છે અને તેની જ સોસાયટીમાં રહેતા એક પરિચિત યુવકે તેને 4 મહિના અગાઉ ઘરે બોલાવેલી અને ત્રણ મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચરેલું અને કોઈને કશું જ ન કહેવાની ધમકી આપી. આ ઘટના બાદ સગીરા સતત ઉદાસ અને ડરેલી રહેવા લાગી તેમજ કોઇપણ સાથે વાત કરવાનું ટાળતી હતી અને તેણીએ શાળાએ જવાનું પણ છોડી દીધું હતું. આ બાબતે સગીરા સાથે પરિવારે વાત કરતા સગીરાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મ વિષે વાત કરી થી. એ પછી પરિવાર જનોએ શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે પછી પોલીસે એટ્રોસિટી એક્ટ અને દુષ્કર્મ હેઠળનો ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની વધુ તપાસ ST, SC સેલ દ્વારા હાથ ધરાઈ છે.