ગુજરાતનુ એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

ગુજરાતનુ એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા.૧ર
ભગવાન ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રીને અનુલક્ષી ગુજરાતના એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીએ લાખો દર્શનાર્થીઓ આવતા હોય, ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષાના ડીવાયએસપી સી.સી. ખટાણા તથા સોમનાથ ટ્રસ્ટ સિકયોરીટીના વડા સુરૂભા જાડેજાના સંકલનમાં મંદિરની સુરક્ષા જળવાય તથા દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં એક ડીવાયએસપી, ૪ પીઆઈ, ૭ પીએસઆઈ, ૧૧૬ પોલીસ જવાનો, ૮૮ જીઆરડી, ર૪ જીએચડી, ૩ર એસઆરપી, એક ડોગ સ્કવોડ ર ટ્રેનર સાથે, ૪ ઘોડેશ્વાર પોલીસ જવાનો, બોમ્બ ડીસ્પોઝટલ સ્વકોડના ૭ જવાનો તથા કવીક રીસ્પોન્સ ફોર્સના ૧૭ જવાનો ઉપરાંત વોકીટોકી સેટ તથા બોડી વોર્ન કેમેરા અને મેટલ ડીટેકટર ફ્રેમગેટ તથા હેન્ડ મેટલ ડીટેકટર સાથે ખડેપગે ફરજાે બજાવશે. સોમનાથ ટ્રસ્ટે પણ તેના કાયમી ૧૧૪ જવાનો શિવરાત્રીના ૧૦ દિવસ પુરતા ભરતી કરી વ્યવસ્થા અને સુરક્ષામાં તેના કુલ ર૩૯ જવાનો રાખેલ છે.