પ્રાચી તીર્થ ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી, તાા.23
ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા એવા પ્રાચી મુકામે આવેલ કારડીયા રાજપૂત સમાજની વંડી ખાતે સૌરાષ્ટ્રના સમગ્ર કારડીયા રાજપૂત સમાજ દ્વારા રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારના સન્માનાર્થે ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી સાંસદનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા માનસિંહભાઈ પરમારને શાલ ઓઢાડી,પાઘડી પહેરાવી, પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માનસિંહ પરમારના સન્માનમાં કારડીયા રાજપૂત સમાજના પ્રાથમિક શિક્ષકગણ દ્વારા આશરે 5000 હજાર નોટબુક ગિર સોમનાથ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના બાળકોને અર્પણ કરવામાં આવશે. સાથે દિનેશભાઈ પરમાર દ્વારા ત્રણ તોલા સોનાનું સેન માનસિંહ પરમારનું સન્માન કર્યું હતું.
ઉપસ્થિત આગેવાનોએ તેમના જાહેરજીવન, સમાજસેવા અને વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. સિંહભાઈ પરમારે પોતાના સંબોધનમાં સમાજના આગેવાનો અને સભ્યોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજના સહકાર અને આશીર્વાદથી જ લોકસેવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી શકાય છે. તેમણે શિક્ષણ, સામાજિક એકતા, યુવાનોના સર્વાંગી વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ પ્રશ્નો, વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ સમાજના ભાવિ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, યુવાશક્તિને યોગ્ય માર્ગદર્શન મળે અને સામાજિક એકતા વધુ મજબૂત બને તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સત્કાર સમારંભ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. અંતે સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કારડીયા રાજપૂત સમાજના અસંખ્ય લોકો ઉપસ્થિત રહી રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ માનસિંહ પરમાર, ગિર સોમનાથ ભાજપ પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પરમાર,અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પુર્વ કેબિનેટ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, જિલ્લા પંચાયતના પુર્વ ઉપ પ્રમુખ રાજવીરસિંહ ઝાલા,શીવાભાઈ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સુરસિંહભાઇ મોરી, કીડીવાવ સંકુલના ટ્રસ્ટી રામસિંહભાઈ ડોડીયા, પ્રદ્યુમનભાઈ ડોડીયા સહિત સમાજના નામી અનામી આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



