ગુજરાતમાં ડીઝલની માંગમાં 43 ટકાનો ભારે વધારો
અમદાવાદ, તા.30
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન યુધ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયું હોવાથી સર્જાયેલા ઈંધણ સંકટથી ગુજરાતના અનેક ભાગોમાં ખાસ કરીને ડિઝલની અછતનો દેકારો છે જ તેવા સમયે રાજ્યમાં ચાલુ મહિનામાં ઇંધણની ડિમાંડમાં 43 ટકાનો મોટો વધારો થયાનો ખુલાસો થયો છે. કચ્છ-બોટાદ તથા ગીર સોમનાથ જીલ્લામાં તો ડિઝલનો ઉપાડ 70 ટકાથી પણ વધુ વધી ગયો છે. ચાલુ મે મહિનાના પ્રથમ 28 દિવસમાં ગુજરાતમાં ડિઝલનું રીટેઇલ વેચાણ ગત વર્ષનાં આ સમયગાળાની સરખામણીએ 42.6 ટકાનો વધારો સુચવી રહ્યું છે. અછત નિવારવા ભારત પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ જેવી કંપનીઓએ સપ્લાય વધારવા તાબડતોડ પગલા લેવા પડ્યા હતા.


