ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી : આજે બાળાઓનાં ભુવા રાસ યોજાશે
જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પૂર્વક સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ઉજવણી અંતર્ગત બાળાઓનાં રાસ ગરબાના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. પ્રથમ નવરાત્રીથી જ ગાંધીગ્રામ ગરબી મંડળ આયોજીત ગરબીમાં બાળાઓનાં રાસ નિહાળવા માટે ભાવિકો ઉમટી પડયા હતાં.
આ ઉપરાંત ગઈકાલે ચોથા નોરતે વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવોએ પણ ગાંધીગ્રામ ગરબી મંડળની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આરતીનો લ્હાવો લીધો હતો તેમજ પ્રાચીન ગરબીમાં બાળાઓનાં લેવાતા રાસ નીહાળી પ્રભાવિત થયા હતાં દેશભકિત થીમ આધારીત રાસ સહીતનાં વિવિધ રાસ આ ગરબીનું મુખ્ય આકર્ષણ છે. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકર્તાઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આજે ગાંધીગ્રામ ગરબી મંડળમાં બાળાઓનાં ભુવા રાસનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે આ રાસ નિહાળવા માટે આમજનતાને ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.



