ગીર સોમનાથ જીલ્લામાં પડતર માંગણીઓ અંગે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર અપાયું

ગીર સોમનાથ જીલ્લામાં પડતર માંગણીઓ અંગે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર અપાયું

ગીર સોમનાથ તા. રર
ગઈકાલે ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પડતર માંગણીઓ અંગે રજુઆત કરવાનાં ભાગરૂપે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં ગીર સોમનાથ જીલ્લાનાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ડીઈઓ એમ.વી. બોરીચાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાનગી શાળાઓની સ્વાયત્તાનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એફઆરસીની ર૦૧૭ની ફી મર્યાદામાં વધારો કરવા સ્વનિર્ભર શાળા સંચાલકોએ માંગણી કરી હતી. તેમજ આરટીઈની ફી ઝડપથી ચુકવવા તેમજ મોંઘવારી પ્રમાણે રકમ વધારવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાઓ પાસેથી વારંવાર વિગતો માંગવા સામે સંચાલકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. અને પુરતો સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનાં શાળા સંચાલકોએ એક મંચ પર આવી અને વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી અને અસરકારક રજુઆત કરી હતી.