આર્થિક સંકડામણથી કંટાળી જીવનનો અંત આણનાર એસટીના નિવૃત કર્મચારી અને તેમના પત્નીના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ

આર્થિક સંકડામણથી કંટાળી જીવનનો અંત આણનાર એસટીના નિવૃત કર્મચારી અને તેમના પત્નીના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.રર
જૂનાગઢ એસ.ટી. કોર્પોરેશનના નિવૃત્ત પેન્શનર સ્વ. વનરાજસિંહ ઝાલા અને તેમના પત્ની સ્વ. રેખાબા ઝાલાએ તારીખ ૧૪-૯-૨૬ના રોજ દેહવિલય કર્યો હોવાની અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. આ દંપતી લાંબા સમયથી મળતા નહિવત કે ઓછા પેન્શનના કારણે ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું હતું અને તેમાંથી મુક્ત ન થઈ શકતા આ આઘાતજનક પગલું ભર્યું હતું. આ દિવંગત અને પવિત્ર આત્માઓની શાશ્વત શાંતિ અર્થે એક શોક સભા તથા પ્રાર્થના સભા ૨૦-૯-૨૬, રવિવાર સાંજે ૪ વાગે નવી કલેક્ટર ઓફિસ નજીક, જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે. સલીમભાઈ ગુજરાતી, મહેન્દ્રભાઈ દવે, હરસુખભાઈ ડાંગર તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ વિભાગોના પેન્શનરો અને EPS ૯૫ના સભ્યો દ્વારા તમામ લોકો આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. આ કરૂણ ઘટના અંગે રાષ્ટ્રીય પ્રમુખ અશોક રાઉત સર તરફથી તેમજ આર.સી. પટેલ તરફથી સલીમભાઈને ફોન પર ભાવભીની શોકાંજિલ પાઠવવામાં આવી છે. ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પણ આ ઘટનાને લઈ શોકની લાગણી વ્યાપી ગઈ છે અને વ્યાપક શોકાંજલિઓ મળી રહી છે. આ ગંભીર અને દુ:ખદ બાબત અંગે ગુજરાત રાજ્યમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ડો. મનસુખભાઈ માંડવીયાને પણ ઈમેઈલ મોકલીને પરિસ્થિતિથી અવગત કરવામાં આવી રહ્યા છે. આ તકે સલીમભાઈ ગુજરાતી, હરસુખભાઇ ડાંગર, યાસીનખાન, પ્રકાશભાઈ ચુડાસમા, રફિકભાઈ મુનશી, બળવંતભાઈ નલિયાપરા, ઐયુબખાન બલોચ, નાથાલાલ પરમાર, જયંતિભાઈ સવસાણી, યુસુફભાઈ શેખ, રાણવાભાઈ, યુસુફભાઈ કુરેશી, ગજેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, નંદાભાઈ, રસિકભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.