આર્ય સમાજનું સર્ટીફીકેટ એ લગ્નનો માન્ય પુરાવો નથી : અલાહાબાદ હાઈકોર્ટ

આર્ય સમાજનું સર્ટીફીકેટ એ લગ્નનો માન્ય પુરાવો નથી : અલાહાબાદ હાઈકોર્ટ

(એજન્સી)         લખનૌ તા.૨૨:
દેશમાં હિન્દુ લગ્ન ધારા હેઠળ થતા લગ્નોમાં સમગ્ર પ્રક્રિયાને બાયપાસ કરી મંદિરોમાં થતા ગાંધર્વ વિવાહ કે આર્યસમાજ સંસ્થાઓ દ્વારા જે રીતે સરળ પ્રક્રિયાથી લગ્ન કરી દેવામાં આવે છે તેની સામે ફરી એક વખત એક અદાલતી ચૂકાદામાં જણાવાતુ હતુ કે આર્ય સમાજના સર્ટીફીકેટથી કોઈ કાનુની-માન્ય લગ્ન થયા છે તે પુરાવો ગણી શકાય નહી.
અલાહાબાદ હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે ફકત આર્યસમાજની વિધિ અને નોટરી સહિતના સટિર્ફીકેટ એ કોઈ લગ્ન થવાનો માન્ય પુરાવો કે દસ્તાવેજ નથી પરંતુ હિન્દુ લગ્નથી જે અન્ય  પરંપરા કે વિધિ છે તેને અનુસરવું ફરજીયાત છે.
હાઈકોર્ટે આ સંદર્ભમાં સશસ્ત્ર સીમા દળના એક જવાન જેણે નોકરી માટે પોતાને અપરણીત દર્શાવ્યુ હતું. તેની પત્નીએ આર્યસમાજ લગ્ન સર્ટીફીકેટ રજુ કરી તેઓ પરિણીત છે. એવી ફરિયાદ સુરક્ષાદળ સમક્ષ કરી હતી જેના આધારે એસએલબીના આ અધિકારી રેન્કના રોહિત પાંડેને માહિતી છુપાવવા- ખોટી આપવા બદલ નોકરીમાંથી બરતરફ કરાયા હતા તે આદેશ રદ કરી પાંડેને ફરી નોકરીમાં લેવા આદેશ આપ્યો હતો.