છુટક મોંઘવારી દર ર૩ મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી જશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧ર
ખાવા-પીવાની વસ્તુઓની વધતી કિંમતો, ઉર્જા ખર્ચમાં વધારો અને પ્રતિકુળ આધાર પ્રભાવના કારણે દેશમાં છૂટક મોંઘવારી સતત વધવાનું અનુમાન છે. સપ્ટેમ્બરમાં છુટક મોંઘવારી દર વધીને ૫.૬ ટકા પર પહોંચી શકે છે, જે લગભગ ૨૩ મહિનાના ઉચ્ચસ્તરે હશે. આ પહેલા ઓગસ્ટમાં છુટક મોંઘવારી દર ૪.૮૨ ટકા નોંધાયો હતો. સર્વેક્ષણમાં સપ્ટેમ્બરની મોંઘવારી ૫ ટકાથી ૫.૯ ટકા વચ્ચે રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બરના અધિકૃત આંકડા જાહેર થવાના છે એટલે ૫.૬નો આંકડો હાલ અનુમાન છે અંતિમ આંકડો નથી.


