જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીનો વિરોધ : આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા.21
જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોંઘવારીનો નવતર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં બળદ ગાડા અને ગધેડા લઈને વિરોધ દર્શાવી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતું.
આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીનાં જીલ્લા અને શહેર પ્રમુખ તેમજ સભ્યો તેમજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં બળદ ગાડા અને ગધેડા લઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સૌરાષ્ટ્ર જાેનના ઈન્ચાર્જ રાજ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારીને લઈને આમ આદમી ત્રાહીમામ પોકારી ગયેલ છે. એક બાજુ વડાપ્રધાન ઈંધણ બચાવવાની વાતો કરે છે અને બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા બેફામ સરકારી ગાડીનો ઉપયોગ કરી ઈંધણ ફુંકવામાં આવી રહ્યું છે ત્યારે સામાન્ય માણસ મોંઘવારીના લીધે ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. મોંઘવારીના વિરોધમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જીલ્લા કલેકટર કચેરીએ બદળગાડા સાથે પહોંચી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


