જૂનાગઢ એસટી વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ દ્વારકાધીશના મંગળા આરતીના દર્શન કરી શકે માટે એકસ્ટ્રા બસનું આયોજન

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ દ્વારકાધીશના મંગળા આરતીના દર્શન કરી શકે માટે એકસ્ટ્રા બસનું આયોજન

જૂનાગઢ, તા.રર
જુનાગઢ એસ ટી વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં આવત્તી મોટી પુનમનાં દિવસે શ્રદ્ધાળુઓ દ્વારકાધીશનાં મંગળાના દર્શન કરી શકે તે માટે જુનાગઢ એસ ટી બસ સ્ટેન્ડ ખાતેથી પવિત્ર પુનમ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારકાધીશનાં સવારે મંગળા આરતીના દર્શન કરી શકે તે માટે જૂનાગઢ વિભાગીય નિયામક ડાંગરના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૭.૮.૨૦૨૬ના રોજ મધ્ય રાત્રીના સમયે ૧૨.૧૫ કલાકે જુનાગઢ ડેપોએથી જુનાગઢ-દ્વારકા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવા આવ્યું છે અને આ બસ વહેલી સવારે દ્વારકા પહોંચાડશે અને દ્વારકાથી જુનાગઢ સવાર ૦૭:૦૦ કલાકે પરત ફરશે વધુમાં વિભાગીય નિયામક ડાંગરે જણાવ્યું હતું કે આ બસમાં મુસાફર જનતા ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આમ વિભાગીય નિયામક શ્રી ડાંગરની યાદી જણાવે છે.