‘ટોક્સિક’ના એક સીનને લઈને રૂકમણી વસંત પર ભડક્યા ફેન્સ, સ્ક્રિપ્ટ પસંદગી પર ઉઠ્યા સવાલ
ફિલ્મ રિલીઝ બાદ રૂકમણીના એક સીનની સોશિયલ મીડિયા પર ચર્ચા, કેટલાક ચાહકોએ વ્યક્ત કરી નિરાશા
મુંબઈ, તા.૨૭
સાઉથના સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં યશની એન્ટ્રીના જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. સાથે જ કેટલાક બોલ્ડ સીનને લઈને કિયારા અડવાણી પણ ચર્ચામાં છે. રૂકમણી વસંતે ફિલ્મમાં ‘મેલિસા’નું પાત્ર ભજવ્યું છે, જેને ફિલ્મના મહત્વના પાત્રોમાંનું એક માનવામાં આવે છે. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ રૂકમણી પોતાના પાત્રને લઈને નહીં પરંતુ એક સીનને કારણે ચર્ચામાં આવી છે.
ફિલ્મમાં રૂકમણી વસંતનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સીનમાં તે ઊંઘમાંથી જાગીને ઊભી થતી જોવા મળે છે અને પોતાના શરીર પર બ્લેન્કેટ ઓઢેલું હોય છે. તે સમયે તેનું પાત્ર ગભરાયેલું જોવા મળે છે. ફિલ્મમાં આ પ્રકારનો સીન જોઈને કેટલાક દર્શકો ચોંકી ગયા હતા અને સોશિયલ મીડિયા પર તેના વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
રૂકમણીના કેટલાક ફેન્સે આ સીનને લઈને નિરાશા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા અભિનેત્રીને સવાલ કરવામાં આવી રહ્યા છે કે તેણે આ પ્રકારની સ્ક્રિપ્ટ શા માટે પસંદ કરી. કેટલાક ચાહકોનું કહેવું છે કે તેઓ રૂકમણીને આવા પ્રકારના રોલમાં જોવાની કલ્પના કરતા નહોતા.
બીજી તરફ, કેટલાક સિનેમાપ્રેમીઓ આ સીનને ફિલ્મની વાર્તાનો એક ભાગ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ સીનને કારણે રૂકમણીના પાત્રને ખાસ કોઈ મજબૂતી મળતી નથી અને સીન વિના પણ વાર્તા આગળ વધી શકતી હોત. જેના કારણે સોશિયલ મીડિયા પર માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ ફિલ્મના મેકર્સની સ્ક્રિપ્ટ અને સર્જનાત્મક પસંદગી અંગે પણ ચર્ચા થઈ રહી છે.
આ દરમિયાન ફિલ્મમાં કિયારા અડવાણીના બોલ્ડ સીનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કિયારાએ અગાઉ પણ ‘લસ્ટ સ્ટોરીઝ’ જેવી સિરીઝમાં બોલ્ડ દૃશ્યો આપ્યા છે. જોકે, ‘ટોક્સિક’માં તેમના કેટલાક સીનને લઈને ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
ફિલ્મના આ સીનને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે, વાયરલ થઈ રહેલા સીન અને તેના પર થઈ રહેલી ટ્રોલિંગ અંગે મેકર્સ તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા સામે આવી નથી. હવે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો વકરો કરે છે અને દર્શકો તરફથી તેને કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર છે.


