ડોલર સામે રૂપિયો તુટીને ૧૦૦ની નજીક પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા

ડોલર સામે રૂપિયો તુટીને ૧૦૦ની નજીક પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા

નવી દિલ્હી તા.૦૬ :
ભારતને હવે રૂપિયાની પણ ચિંતા કરવી પડશે. કારણ કે અમેરિકી બોન્ડના યીલ્ડમાં વધારો થતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે. નવું રોકાણ આવતું નથી અને પ્રતિ ડોલર સામે રૂપિયાની કિંમત ૯૬ની સપાટીએ પહોંચી છે જે બેધારી તલવાર છે.
નબળો રૂપિયો દેશની આયાત મોંઘી બનાવે છે જે રીતે જીએસટીમાં આયાતી જીએસટી વધી રહ્યું છે તે તેનો પુરાવો છે. તો નબળો રૂપિયો એ નિકાસકારોને માટે વિદેશમાં માલ મોકલવો સસ્તો બનાવે છે. ઉપરાંત રૂપિયાને નબળો પડતો બચાવવામાં મોંઘા ડોલરને રિઝર્વ બેન્ક બજારમાં નાખે તો તે કવાયત પણ મોંઘી પડે છે.
નિષ્ણાંતોનો મત છે કે, રૂપિયા જો ઝડપથી તૂટે તો જ રિઝર્વ બેન્કે દરમ્યાનગીરી કરવી જોઈએ. નબળો રૂપિયો એ વિદેશી માલ મોંઘા બનાવે તો તેની સામે સ્થાનિક ઉત્પાદકોને સ્પર્ધા કરવાની તક મળશે અને ભારતને લાભ ઉઠાવી શકે છે.
ભારત તેની આવશ્યકતાનું ૯૦% ઓઈલ આયાત કરે છે તેથી મોંઘો રૂપિયો તે આયાત મોંઘી બનાવશે તો હાલ જે રીતે યુરોપમાં પેટ્રો પેદાશોમાં ડિઝલની તંગી છે તેમાં ભારત નિકાસ વધારી થોડુ બેલેન્સ કરી શકે છે.