કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ પાંચ બાળકોને જન્મ આપ્યો

કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ પાંચ બાળકોને જન્મ આપ્યો

કુનો તા.૬:
મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કમાંથી ભારત માટે ગૌરવ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. દેશમાં ચિત્તાઓના પુનર્વસન માટે ચાલી રહેલા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ વધુ એક સફળતા મળી છે. ભારતમાં જ જન્મેલી ૩૨ મહિનાની માદા ચિત્તા KJP21એ આજે પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ સાથે જ દેશમાં ચિત્તાઓનો કુલ આંકડો વધીને ૬૦ પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ભૂમિ પર જન્મેલી માદા ચિત્તા દ્વારા બચ્ચાઓને જન્મ આપવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ મુખી અને KGP12 નામની માદા ચિત્તાઓએ સફળતાપૂર્વક બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હવે KJP21ના આ નવા પાંચ મહેમાનો સાથે જ ભારતની ભૂમિ પર જન્મેલા ચિત્તાઓની સંખ્યા વધીને ૪૧ થઈ ગઈ છે, જે દેશમાં ચિત્તાઓની નવી પેઢીના મજબૂત ભવિષ્યની સાક્ષી પૂરે છે.