તલાકશુદા મુસ્લિમ મહિલાને તમામ દહેજ પરત કરવા આવશ્યક : સુપ્રિમ કોર્ટ

તલાકશુદા મુસ્લિમ મહિલાને તમામ દહેજ પરત કરવા આવશ્યક : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી,તા.૦૩:
સુપ્રીમ કોર્ટે  છૂટાછેડા અને દહેજ પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા લગ્ન સમયે તેના પરિવાર દ્વારા તેના અથવા તેના પતિને આપવામાં આવેલી રોકડ, સોનું, ઘરેણાં અને અન્ય ભેટો પરત મેળવવા માટે હકદાર છે. સુપ્રિમ કોર્ટે આ ભેટોને મહિલાની મિલકત જાહેર કરી, અને કહ્યું કે તે લગ્નના અંત પછી તેને પરત કરવી આવશ્યક છે.
ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કોટીશ્વર સિહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૧૯૮૬નું અર્થઘટન એવી રીતે થવું જોઈએ કે જે મહિલાઓના ગૌરવ, સમાનતા અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવે. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે ભારતના ગ્રામીણ અને નાના શહેરોમાં સામાજિક-આર્થિક અને લિગ અસમાનતાઓ યથાવત છે, જેના કારણે કાયદાનું અર્થઘટન કરતી વખતે મહિલાઓની વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ બને છે.
૧૯૮૬ના કાયદાની કલમ ૩ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન પહેલાં, દરમિયાન અથવા પછી સંબંધીઓ, મિત્રો, પતિ અથવા તેના સાસરિયાઓ દ્વારા આપવામાં આવેલી બધી ભેટો, ઘરેણાં, રોકડ અને અન્ય વસ્તુઓ પરત કરવાની માંગ કરવાનો અધિકાર આપે છે.