તાલાળાનાં પીપળવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો
દારૂ અને વાહન સહીત કુલ રૂા. પ.૧૭ લાખનો મુદામાલ જપ્ત
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૬
ગીર સોમનાથ જીલ્લાનાં તાલાળાનાં પીપળવા ગામની સીમમાં ચોકકસ બાતમીનાં આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. રોકડ રૂા. ર૭ હજારનો મુદામાલ પકડાયો હતો. જયારે દારૂ અને વાહન સહીત કુલ રૂા. પ.૧૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. પીપળવા ગામની સીમમાં જાહેર જગ્યાએ જુગાર રમવામાં આવતો હોવાની બાતમીનાં આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ૯ શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતાં. જયારે આરોપીની એસયુવી ગાડીમાંથી ર૩ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. જુગાર દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સામે પોલીસે કડક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે.


