જૂનાગઢમાં ઈન્સ્ટાગ્રામમાં મેસેજનો રીપ્લાય નહી આપતા યુવતીના ઘરમાં છરી સાથે ઘુસી ગયો - ફરીયાદ 

જૂનાગઢમાં ઈન્સ્ટાગ્રામમાં મેસેજનો રીપ્લાય નહી આપતા યુવતીના ઘરમાં છરી સાથે ઘુસી ગયો - ફરીયાદ 
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.રર
જૂનાગઢના પ્રદીપ સિનેમા નજીક ઈન્સ્ટાગ્રામમાં કરેલ મેસેજનો રીપ્લાય ન આપતા યુવતીના ઘરમાં છરી સાથે ઘુસી ગાળાગાળી કરી ધમકી આપ્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે માહીરબેન દિનેશભાઈ ગોંડલીયાએ કૃણાલ વિજયભાઈ રાઠોડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીએ ફરીયાદીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરેલ હોય જેનો ફરીયાદીએ રીપ્લાય ન આપતા તેનો ખાર રાખી આરોપીએ હાથમાં છરી લઈ ફરીયાદીના ઘરમાં ઘુસી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.