દામોદર કુ્ંડના દુષિત પાણી તેમજ ગિરનારના પ્રશ્નો અંગે ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.5
ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને રૂબરૂ મળી અગાઉ તા. 23/4ના રોજ સંતો દ્વારા આપેલ આવેદનપત્ર અન્વયે ગિરનારના પ્રશ્નો અંગે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે તેમજ દામોદર કુંડના દુષિત પાણી અંગે જીલ્લા સમાહર્તાની રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કલેકટર દ્વારા જે તે વિભાગ સાથે સંકલન કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે હકારાત્મક અને ખુબ સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવેલ. ગિરનાર સંરક્ષણ સમિતિના અધ્યક્ષ ભગવતીદાસ બાપુ, રોકડિયા હનુમાનજીના મહંત, હનુમાનધારાના મહંત, શ્રી સરખડિયા હનુમાન જગ્યાના મહંત, ર્નિભય પુરોહિત, ભાવેશભાઈ વેકરીયા, જીતુભાઈ ગિરનારી, જયસુખ બુટાણી, ચેતનભાઈ ચુડાસમા, જયેશ કેશવાણી, અરવિંદભાઈ સોલંકી, અમૃતભાઇ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


