દ્વારકાના ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રખ્યાત વકીલ પિતા અને પુત્રીની ધારદાર દલીલોને કોર્ટે માન્યતા આપી વાદીની ઐતિહાસિક જીત
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧પ
પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલ સોદા કરારનું પાલન ન કરી ટાઈટલ ક્લિયર ન કરી આપતા વાદી મનોજ ભગવાનજી ગોકાણીને ૧,૫૧,૦૦૦ બાનાની રકમ દાવા તારીખથી બહાના ની રકમ પરત ના આવે ત્યાં સુધી ૯% ના વ્યાજ સાથે દાવાનો થયેલ ખર્ચ પ્રતિવાદીએ ચૂકવી આપવો એવો હુકમ ફરમાવતી સ્થાનિક કોર્ટ. વાદી તરફથી દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રખ્યાત વકીલ પિતા પ્રદીપભાઈ ઉપાધ્યાય દ્વારા ઉલટ તપાસ તેમજ વકીલ પુત્રી મીલીબેન ઉપાધ્યાય દ્વારા આખરી દલીલોને ધ્યાનમાં લઇ ન્યાયતંત્ર દ્વારા ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો.


