દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્યજીએ દ્વારકાના પ્રાચીન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શિવાલયે પૂજા-અર્ચના કરી
મંદિરના જીર્ણ ભાગોને સુરક્ષિત કરવા પુજારી સાથે ચર્ચાઓ કરી
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.5
દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આજરોજ દ્વારકાના પ્રાચીન શ્રી સિધ્ધેશ્વર મહાદેવના શિવાલયની મુલાકાત લીધી હતી. શંકરાચાર્યજીએ સૌપ્રથમ સિધ્ધેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા બાદ પુજારી સાથે શિવાલયના જીર્ણ ભાગો તથા ખંડીત તથા જર્જરીત પ્રતિમાઓ પરત્વે વાતચીત કરી હતી અને ટુંકાગાળામાં આ કામગીરી શરૂ કરવાનું મંદિરના અમુક ભાગોને નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.


