ગુજરાતમાં ચુંટણી બાદ બિલ્ડીંગ કાયદા સંબંધી નવો CGDCR જાહેર થશે

ગુજરાતમાં ચુંટણી બાદ બિલ્ડીંગ કાયદા સંબંધી નવો CGDCR જાહેર થશે

(બ્યુરો)        અમદાવાદ ,તા.૨૨
રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કેટલાંક અટપટા અને વિસંગતતા સર્જતા નિયમો જ સરળ બનાવવા માટે રાજય સરકારે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર)માં સુધારા કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રવર્તમાન સ્થાનિક સ્વરાજયની ચુંટણી પૂર્ણ થયા બાદ બાંધકામ સહિત નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરાશે. પેઈંગગેસ્ટ, પ્રિસ્કુલ તથા મીનીપોગ જેવી સુવિધાના બાંધકામો માટે નિયમોમાં સુધારા થશે. મીનીપ્લેક્ષ મામલે છેલ્લા એકાદ વર્ષથી વિસંગતતા-વિવાદ ચાલી રહ્યા છે. જીડીસીઆરમાં સુધારા મારફત કોમશિર્યલ કોમ્પ્લેક્ષમાં મીનીપ્લેક્ષની મંજુરી સંબંધી નિયમો જાહેર કરવામાં આવી શકે છે.
આ જ રીતે કોમશિર્યલ કોમ્પલેક્ષના એક કે બે માળમાં પેઈંગ ગેસ્ટ સુવિધા માટે પણ છુટ આપવામાં આવે તેવી સંભાવના છે. રહેણાંક બાંધકામોમાં પ્રિસ્કુલને મંજુરી આપવા સંબંધી નિયમનો પણ ઘડાવાની શકયતા છે.
રાજયના શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજય સરકારે 2017માં તમામ શહેરો માટે સીજીડીસીઆર લાગુ કર્યો હતો તેમાં શહેરી વિસ્તારોમાં સિનેમા, મલ્ટીપ્લેક્ષ, થિયેટર સહિતના બાંધકામ સંબંધી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.